સપ્તાહના બીજા કારોબારી દિવસની શરૂઆત સ્થાનિક શેરબજારમાં ઘટાડા સાથે થઈ છે. આ દરમિયાન સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટ નબળો પડ્યો છે. હાલમાં સેન્સેક્સ 141.24 પોઈન્ટના ઘટાડા સાથે 61,026.55 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 43.60 પોઈન્ટના ઘટાડા સાથે 18,156.25 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. મંગળવારે સેન્સેક્સ 92 પોઇન્ટના ઘટાડા સાથે 61075 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 34 પોઇન્ટના ઘટાડા સાથે 18163 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીમાં 51 પોઈન્ટના ઘટાડા સાથે 43151 ના સ્તર પર કારોબારની શરૂઆત થઈ.
મેટલ અને ફાર્મા સેક્ટરના શેર પર દબાણ છે
માર્કેટમાં મેટલ અને ફાર્મા સેક્ટરના શેર પર દબાણ છે. બેંક, પીએસયુ બેંક અને રિયલ્ટી ઈન્ડેક્સ મજબૂતી બતાવી રહ્યા છે. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, એસબીઆઈ, ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેન્ક જેવા શેરોમાં મજબૂતી જોવા મળી રહી છે જ્યારે સન ફાર્મા, એચસીએલ અને રિલાયન્સ જેવા શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે. ઝોમેટોના શેરમાં 3 ટકાની નબળાઈ છે જ્યારે પિરામલ ફાર્માના શેરમાં 3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.