યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ચૂકવણી ડિસેમ્બર મહિનામાં રેકોર્ડ બ્રેક ટ્રાન્જેક્શન નોંધાયા છે. ડિસેમ્બરમાં UPI દ્વારા 12.82 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા છે. ડિસેમ્બરમાં વોલ્યુમની દ્રષ્ટિએ પ્લેટફોર્મ પર 782 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. UPI પ્લેટફોર્મ 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
ડિસેમ્બરમાં UPI દ્વારા રેક્રોડ બ્રેક ટ્રાન્જેક્શન
ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસે ટ્વીટ દ્વારા કહ્યું કે દેશમાં ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિ શરૂ કરવામાં UPIએ મોટો ફાળો આપ્યો છે. UPIએ ડિસેમ્બર 2022માં રૂ. 12.82 લાખના મૂલ્યના 7.82 અબજ વ્યવહારોને પાર કર્યા છે. આ વર્ષે ઓક્ટોબરમાં UPI દ્વારા ચૂકવણી રૂ. 12 લાખ કરોડને પાર કરી ગઈ હતી. નવેમ્બરમાં UPI દ્વારા 11.90 લાખ કરોડ રૂપિયાના 730.9 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા.
UPI એ ઝડપી પેમેન્ટ કરવાની આસાન રીત
UPI એ ત્વરિત રીઅલ-ટાઇમ પેમેન્ટ પદ્ધતિ છે જે આંતર-બેંક પીઅર-ટુ-પીઅર (P2P) ટ્રાન્જેક્શનની સુવિધા આપે છે. આ ટ્રાન્ઝેક્શન મોબાઈલ દ્વારા આસાન સ્ટેપ્સમાં કરી શકાય છે. આ સિવાય UPI પેમેન્ટ માટે કોઈ ચાર્જ લાગતો નથી. કેશલેસ ટ્રાન્ઝેક્શનનું સસ્તું માધ્યમ મહિને વધુને વધુ લોકોને આકર્ષી રહ્યું છે. હાલમાં 381 બેંકો આના પર એક્ટિવ છે.