ધોળા રેલવે ફાટક પાસેથી અબોલ પશુ ભરેલા ટ્રક સાથે શખ્સ ઝબ્બે ઉમરાળા તાલુકાના ધોળા રેલવે ફાટક પાસેથી રેલવે પોલીસે અબોલ પશુ ભરેલા ટ્રક સાથે અમરેલીના એક ટ્રકચાલક શખ્સને ઝડપી લીધો હતો. અમરેલીથી ક્રુરતાપૂર્વક ટૂંકમાં ૯ ભેંસ ભરી ભરૂચ લઈ જવાઈ રહી હતી બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ધોળા રેલવે પોલીસનો સ્ટાફ ધોળા રેલવે ફાટક, એલસી ગેટ નં.૧૮૫/બીપાસેનાઈટ પેટ્રોલીંગમાં હતો. ત્યારે ટ્રક નં.જીજે.૧૪.ઝેડ.૧૫૭૯ના ચાલકેપોતાનું વાહન પુરઝડપે ચલાવી રેલવેનો બમ્પ ઠેકાડતા મોટો અવાજ થયો હતો. જેથી પોલીસને શંકા જતાં સ્ટાફે દોડી જઈ ટ્રકને રોકી અંદર તલાશી લેતા કોઈપણ પાસ- પરમીટ લીધા વગર અને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કર્યા વિના ભેંસ જીવ નં.૯ને દોરડાથી ક્રુરતાપૂર્વક-મરણતોલ હાલતમાં બાંધેલી જોવા મળી હતી. જેથી ધોળારેલવે પોલીસે મૂકપશુના જીવ બચાવી ટ્રકના ચાલક નસીમુદ્દીન આદમભાઈ ખોરાણી (રહે, મોટી ખાટકીવાડ, બહારપરા, અમરેલી) નામના શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા ટ્રકમાં રહેલ નવ ભેંસ અમરેલીથી ભરૂચ લઈ જઈ રહ્યો હોવાની કબૂલાત આપી હતી. બનાવ અંગે શખ્સ સામે રેલવે પોલીસે પશુ ક્રુરતા અધિનિયમ અને એમ.વી. એક્ટની અલગ-અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ધોળા રેલવે ફાટક પાસેથી અબોલ પશુ ભરેલા ટ્રક સાથે શખ્સ ઝબ્બે કર્યા
Advertisement