DDT News
देश

બિહારમાં ઝેરી દારૂના કારણે મોતનો મામલો, 9 જાન્યુઆરીએ સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

ગત મહિને બિહારમાં બનેલી ઝેરી દારૂની ઘટનામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ 9 જાન્યુઆરીએ સુનાવણી કરશે. અરજીમાં રાજ્ય સરકારને પીડિતોના પરિવારોને યોગ્ય વળતર ચૂકવવા માટેના નિર્દેશની પણ માંગ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ દુર્ઘટના સારણ જિલ્લામાં બની હતી, જ્યાં ગેરકાયદેસર દારૂ પીવાને કારણે 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ સમક્ષ આ બાબતનો તાકીદે લિસ્ટિંગ માટે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ખંડપીઠે આ બાબતનો ઉલ્લેખ કરનારા એડવોકેટ પવન પ્રકાશ પાઠકને કહ્યું કે તેની સુનાવણી 9 જાન્યુઆરીએ થશે.

Advertisement

જણાવી દઈએ કે આ મામલે ખૂબ રાજકારણ પણ થયું હતું. બિહારમાં દારૂબંધીની નીતિ પર પણ કેટલાય સવાલો ઉભા થયા હતા. ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ મામલે કહ્યું હતું કે દારૂ પીવે એ મરે. દારૂ પીને મૃત્યુ પામેલાને કોઈ પણ પ્રકારનું વળતર આપશે નહીં.

નીતીશ કુમારે વર્ષ 2016માં બિહારમાં દારૂબંધી લાગુ કરી હતી. નીતીશ સરકારે દારૂના વેચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. અહેવાલો અનુસાર, બિહારમાં જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચે ઝેરી દારૂના કારણે લગભગ 170 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નીતીશ કુમારની દારૂબંધી યોજના હંમેશા આ કારણોસર સવાલોના ઘેરામાં રહે છે.

Advertisement

Related posts

बाल विवाह से हजारों सपने टूट जाते हैं

ddtnews

जयपुर में महिला फिजियो थेरेपिस्ट से रेप: कमर के दर्द के बहाने मकान मालिक ने घर बुलाया, थेरेपी करते समय कमरे में बनाया बंधक

Admin

कलम की ताकत से बदलाव मुमकिन है

ddtnews

कच्चे घरों में कैसे रहे?

ddtnews

जलवायु परिवर्तन से प्रभावित होते इंसान और जानवर

ddtnews

होम ट्यूशन में भी सुरक्षित नहीं लड़कियां

ddtnews

Leave a Comment